“યાદ”
“યાદ”
કહું છું કે તું જા, હવે ના આવીશ અહિયાં,
“મને તું છોડી દે”
પણ માને કોનું આ - “યાદ”
દિલ ના સમ્બંધોની અપાવે છે આ “યાદ”,
થોડું હળવું હસાવે છે, મીઠી મીઠી અપાવે છે આ “યાદ”,
ગયાની જ અપાવે છે આ “યાદ”,
ધારે ત્યારે હસાવે છે ને ધારે ત્યારે દુઃખ આપે
છે,
મિલન ના સ્મરણોનો એહસાસ કરાવે છે, તો જુદાઈ માં
ઊંડે ડુબાડે છે,
તારે છે ક્યારેક, ને ક્યારેક ડુબાડે છે,
મિલનની આશ માં સ્વપ્નમહેલ શણગારે છે,
યાદો થી ધનવાન બનાવે છે ને તવંગર પણ એજ બનાવે
છે,
ખડખડાટ હસાવી ને ક્ષણમાં હસી ઉડાવે છે,
બસ નિરંતર આવે છે આ “યાદ”
અને કેવી ખરી છે આ “યાદ”?.

Its reallly awesome,sir…
ReplyDeleteઆભાર
Delete