એક સુંદર ચેહરો
એક સુંદર ચહેરો
આજ જોયો એક સુંદર ચેહરો, છે એ સહપ્રમાણ સુંદર
ચેહરો,
તિખી મિઠિ નજર એની, હળવુ સુંદર સ્મિત એનું,
હસ્યમાં નાની સરખી રમત સમ, જાણે ભુલાવે ભાન એ,
આજ જોયો એક સુંદર ચેહરો,
ના જાણ, ના ઓળખાણ છતાં કેમ જાણે લાગે જન્મો નો એ
પરીચીત છે,
સુંદર ભ્રમર ને સુંદર એની બિંદિ, ખંજન જાણે સાથ પુરાવે,
તલ છે એના હોઠ પર, જાણે લોકોની નજર ચુરાવે,
આજ જોયો એક સુંદર ચેહરો,
સુંદર લટ ધ્યાન ભંગ કરાવે એની, જાણે કોઇ ભંગ કરાવે તપસ્યા
એની,
ધ્યાન લગાવી નજર ચુરાવે, જાણે ધ્યાન નથી એમ જણાવે,
ઘણું મન મોહી ઉદહરણ ભણાવે, નરી સુંદરતાના પાઠ ભણાવે
એ,
આજ જોયો એક સુંદર ચેહરો,
ભોળપણ એનું ચરીત્ર બતાવે, બાળક જાણે પ્રતીબિંબીત કરાવે,
નહિ કોઇ મેલી મુરાદ બતાવે, બસ જો.....
આજ જોયો એક સુંદર ચેહરો, છે એ સહપ્રમાણ સુંદર
ચેહરો...


Comments
Post a Comment