જિંદગી
જિંદગી
ક્યારેક હસાવતી ક્યારેક રડાવતી ચાલી જતી આ “જિંદગી”,
પુસ્તક ના પન્ના સમ આ આગળ ફરતી જતી આ “જિંદગી”,
ઈતિહાસ વિસરાવતી, ભવિષ્ય બનાવતી, અવિરત ચાલી આ “જિંદગી”,
સંબંધોના ઘોળા કરતી, સ્વર્થીઓના ભેલા કરાવતી આ “જિંદગી”,
વાહ, ખુબજ રસપ્રદ છે આ “જિંદગી”,
પ્ર્યયોગિક આ, શિક્ષક સમ આ “અનુભવો” કરાવતી
અવિરત ચાલી જતી આ “જિંદગી”,
ચાહો કે ના ચાહો તમે, જીવન ના તમામ પાઠ શીખવતી આ
“જિંદગી”,
ખ્યાતી – નામના, યશ – અપયશ, નામોશી, બદનામી બધાજ
ની ભેટ સોગાદ આપતી આ “જિંદગી”,
તવંગરને જ નહિ પણ ધનવાનો ને પણ જરૂરિયાત સમજાવતી
મારી શાળી જબરી છે આ “જિંદગી”,
ધબ ધબ ધબકતી, જીવવા જેવી
ધન્યવાદ છે તને આ “જિંદગી”

"આ જિંદગી"
ReplyDeleteઆમ જોવો તો ફિલ્મથી ઓછી નથી આ જિંદગી …
ઘણા-ઘણા કલાકાર છે ને ઘણા-ઘણા કિરદાર છે;
દિવસે કંઈક ને રાત્રે કંઈક અલગ રોલ કરાવતી …આ જિંદગી…
મંચ બદલતા રહે છે…બદલતા રહે છે કલાકાર છે;
જ્યાં મંચ પર ફાવટ આવે છે, ત્યાં બદલે છે કિરદાર …આ જિંદગી…
ક્યારેક હીરો, ક્યારેક વીલન, તો ક્યારેક સાઇડ રોલમા જતી રહે છે;
ક્યારેક તાળીઓનો ગળગળાટ, તો ક્યારેક લોકોના અપશબ્દ આપી જાય છે…આ જિંદગી…
જ્યાં કિરદાર દિલથી નિભાવો, ત્યાં ફિલ્મ ફોલ્પ જાય છે;
ને જ્યાં કરવા ખાતર કરો તો ફિલ્મ હિટ જાય છે…
આવું કંઈક રમત રમી જાય છે…આ જિંદગી…
ને અંતે ખ્યાલ આવે છે…જોકરનો કિરદાર જ સાચું હાલ વ્યક્તિનું બતાવી જાય છે,
આવી છે આ જિંદગી…
વાહ......
Deleteબસ આવીજ છે જિંદગી ....
સમજાય તો સમજીલેવાય અને ના સમજાય તો જીવી જ લેવાય...
બસ એવીજ છે જિંદગી...
મિત્રો સાથે જોવો તો સુંદર દ્રશ્ય છે આ જિંદગી.....
દુશ્મનો સાથે જોવો તો સફેદ કપડા માં દાગ છે આ જિંદગી....
પોતાના લોકો સાથે નો સુંદર સફર છે આ જિંદગી .....
અને પોતાના લોકો થી દુર નરક છે આ જિંદગી....
શિક્ષક છે આ જિંદગી તો નાયક છે જિંદગી..
હીરો છે આ જિંદગી તો ખલનાયક છે ક્યારેક આ જિંદગી...
બસ આવીજ સરળ છે આ જિંદગી....
હા સાચુ……
ReplyDeleteબોલો તો સરળ, જીવો તો અઘરી;
જેવી માનો એવી લાગે છે…આ જિંદગી…
ક્યારેક મીઠી, ક્યારેક કડવી;
ક્યારેક અટ્ટપટ્ટા સ્વાદ જેવી છે…આ જિંદગી…
મન મળતા લાગે આ 'તોરણ' છે;
મન તૂટતાં વર્તાય આ 'તો રણ છે'…એવી છે મારી વ્હાલી આ જિંદગી…
વગર હાથે કોઇક કિસ્મત.બનાવી જાય છે;
ને કોઇક કિસ્મત બસ હાથમાં જ શોધતા રહી જાય છે…
એવી રમત છે આ જિંદગી…
જિવો તો ટૂંકી ને ઉતરો તો ઊંડી…
જેવી 'માણો' એવી છે …આ જિંદગી…
સરળ માનતા જીવાય અઘરી , જ્યાં કળાય ત્યાં ખરી,
Deleteક્યારે મીઠી? ક્યારે કડવી?
ક્યારે અટપટી કેવા સ્વાદ ની,
મનગમતા નું તોરણ અને ક્યારેક રણ,
વગર હાથે કિસ્મત બતાવતી ,
ક્યારેક ટૂંકી તો ક્યારેક ઊંડી,
રમત રમતી આ જિંદગી,
આમ તો જેવી માનો એવી આ જિંદગી.
છે આ જેવા દ્રષ્ટિકોણ તેવી જિંદગી,
વિચાર જેવા તેવી જિંદગી,
દખાય તેવા રંગ ની જિંદગી,
છે સ્થિત પ્રજ્ઞ આ જિંદગી.
છે ને - આ જિંદગી...
છે મળી આ જિંદગી તો જીવી લેવા માં જ મજા છે,
ReplyDeleteબાકી કેટ-કેટલાં તો બંધ ડબ્બામાં જ રહ્યા છે;
જિંદગીના વ્યવહારમાં લાગણીની આપ-લે કરવામાં મજા છે,
બાકી કેટ-કેટલાં હિસાબ રાખવામાં જ ગયા છે;
ઘણા-ઘણા રંગોથી બનતું ચિત્ર છે આ જિંદગી,
કોઈ એક રંગથી નથી બનતી અહિંયા કોઈ આક્રુતિ;
આવી અનોખી ચિત્રકાર છે આ જિંદગી…
પોતાના વચ્ચે પારકા શોધી કાઢવાની રમત છે આ જિંદગી,
ને પારકા માથી કેટલા ને પોતાના કર્યા એની જમા-પુંજી છે આ જિંદગી…
ઘણા સંબંધો ક્ષણિક ને કોઇક જીવનભર ના હોય છે,
આ બન્ને વચ્ચે ના તફાવત ની સમજ છે આ જિંદગી…
સાચા-ખોટા, સારા- નરસાની ગડમથલ મા વહી જતી આ જિંદગી,
ને અંતે નનામી પર સુતા વિચાર કરતા રહી ગયા…ક્યા જતી રહી આ જિંદગી……