જિંદગી


જિંદગી
ક્યારેક હસાવતી ક્યારેક રડાવતી ચાલી જતી આ “જિંદગી”,
પુસ્તક ના પન્ના સમ આ આગળ ફરતી જતી આ “જિંદગી”,
ઈતિહાસ વિસરાવતી, ભવિષ્ય બનાવતી, અવિરત ચાલી આ “જિંદગી”,
સંબંધોના ઘોળા કરતી, સ્વર્થીઓના ભેલા કરાવતી આ “જિંદગી”,
વાહ, ખુબજ રસપ્રદ છે આ “જિંદગી”,
પ્ર્યયોગિક આ, શિક્ષક સમ આ “અનુભવો” કરાવતી અવિરત ચાલી જતી આ “જિંદગી”,
ચાહો કે ના ચાહો તમે, જીવન ના તમામ પાઠ શીખવતી આ “જિંદગી”,
ખ્યાતી – નામના, યશ – અપયશ, નામોશી, બદનામી બધાજ ની ભેટ સોગાદ આપતી આ “જિંદગી”,
તવંગરને જ નહિ પણ ધનવાનો ને પણ જરૂરિયાત સમજાવતી મારી શાળી જબરી છે આ “જિંદગી”,
ધબ ધબ ધબકતી, જીવવા જેવી
ધન્યવાદ છે તને આ “જિંદગી”

Comments

  1. "આ જિંદગી"
    આમ જોવો તો ફિલ્મથી ઓછી નથી આ જિંદગી …
    ઘણા-ઘણા કલાકાર છે ને ઘણા-ઘણા કિરદાર છે;
    દિવસે કંઈક ને રાત્રે કંઈક અલગ રોલ કરાવતી …આ જિંદગી…

    મંચ બદલતા રહે છે…બદલતા રહે છે કલાકાર છે;
    જ્યાં મંચ પર ફાવટ આવે છે, ત્યાં બદલે છે કિરદાર …આ જિંદગી…

    ક્યારેક હીરો, ક્યારેક વીલન, તો ક્યારેક સાઇડ રોલમા જતી રહે છે;
    ક્યારેક તાળીઓનો ગળગળાટ, તો ક્યારેક લોકોના અપશબ્દ આપી જાય છે…આ જિંદગી…

    જ્યાં કિરદાર દિલથી નિભાવો, ત્યાં ફિલ્મ ફોલ્પ જાય છે;
    ને જ્યાં કરવા ખાતર કરો તો ફિલ્મ હિટ જાય છે…
    આવું કંઈક રમત રમી જાય છે…આ જિંદગી…

    ને અંતે ખ્યાલ આવે છે…જોકરનો કિરદાર જ સાચું હાલ વ્યક્તિનું બતાવી જાય છે,
    આવી છે આ જિંદગી…

    ReplyDelete
    Replies
    1. વાહ......
      બસ આવીજ છે જિંદગી ....
      સમજાય તો સમજીલેવાય અને ના સમજાય તો જીવી જ લેવાય...
      બસ એવીજ છે જિંદગી...
      મિત્રો સાથે જોવો તો સુંદર દ્રશ્ય છે આ જિંદગી.....
      દુશ્મનો સાથે જોવો તો સફેદ કપડા માં દાગ છે આ જિંદગી....
      પોતાના લોકો સાથે નો સુંદર સફર છે આ જિંદગી .....
      અને પોતાના લોકો થી દુર નરક છે આ જિંદગી....
      શિક્ષક છે આ જિંદગી તો નાયક છે જિંદગી..
      હીરો છે આ જિંદગી તો ખલનાયક છે ક્યારેક આ જિંદગી...
      બસ આવીજ સરળ છે આ જિંદગી....

      Delete
  2. હા સાચુ……
    બોલો તો સરળ, જીવો તો અઘરી;
    જેવી માનો એવી લાગે છે…આ જિંદગી…

    ક્યારેક મીઠી, ક્યારેક કડવી;
    ક્યારેક અટ્ટપટ્ટા સ્વાદ જેવી છે…આ જિંદગી…

    મન મળતા લાગે આ 'તોરણ' છે;
    મન તૂટતાં વર્તાય આ 'તો રણ છે'…એવી છે મારી વ્હાલી આ જિંદગી…

    વગર હાથે કોઇક કિસ્મત.બનાવી જાય છે;
    ને કોઇક કિસ્મત બસ હાથમાં જ શોધતા રહી જાય છે…
    એવી રમત છે આ જિંદગી…

    જિવો તો ટૂંકી ને ઉતરો તો ઊંડી…
    જેવી 'માણો' એવી છે …આ જિંદગી…

    ReplyDelete
    Replies
    1. સરળ માનતા જીવાય અઘરી , જ્યાં કળાય ત્યાં ખરી,
      ક્યારે મીઠી? ક્યારે કડવી?
      ક્યારે અટપટી કેવા સ્વાદ ની,
      મનગમતા નું તોરણ અને ક્યારેક રણ,
      વગર હાથે કિસ્મત બતાવતી ,
      ક્યારેક ટૂંકી તો ક્યારેક ઊંડી,
      રમત રમતી આ જિંદગી,
      આમ તો જેવી માનો એવી આ જિંદગી.
      છે આ જેવા દ્રષ્ટિકોણ તેવી જિંદગી,
      વિચાર જેવા તેવી જિંદગી,
      દખાય તેવા રંગ ની જિંદગી,
      છે સ્થિત પ્રજ્ઞ આ જિંદગી.
      છે ને - આ જિંદગી...

      Delete
  3. છે મળી આ જિંદગી તો જીવી લેવા માં જ મજા છે,
    બાકી કેટ-કેટલાં તો બંધ ડબ્બામાં જ રહ્યા છે;

    જિંદગીના વ્યવહારમાં લાગણીની આપ-લે કરવામાં મજા છે,
    બાકી કેટ-કેટલાં હિસાબ રાખવામાં જ ગયા છે;

    ઘણા-ઘણા રંગોથી બનતું ચિત્ર છે આ જિંદગી,
    કોઈ એક રંગથી નથી બનતી અહિંયા કોઈ આક્રુતિ;
    આવી અનોખી ચિત્રકાર છે આ જિંદગી…

    પોતાના વચ્ચે પારકા શોધી કાઢવાની રમત છે આ જિંદગી,
    ને પારકા માથી કેટલા ને પોતાના કર્યા એની જમા-પુંજી છે આ જિંદગી…

    ઘણા સંબંધો ક્ષણિક ને કોઇક જીવનભર ના હોય છે,
    આ બન્ને વચ્ચે ના તફાવત ની સમજ છે આ જિંદગી…

    સાચા-ખોટા, સારા- નરસાની ગડમથલ મા વહી જતી આ જિંદગી,
    ને અંતે નનામી પર સુતા વિચાર કરતા રહી ગયા…ક્યા જતી રહી આ જિંદગી……

    ReplyDelete

Post a Comment

Popular Posts